BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
ઝીણાએ જ્યારે બ્રિટિશ સરકારની 1500 રૂપિયાની નોકરી ઠુકરાવીને કહ્યું, 'આટલું તો હું એક જ દિવસમાં કમાઈ લઇશ'
1930ના દાયકાની શરૂઆત સુધીમાં ઝીણા માત્ર વકીલાતમાંથી મહિને આશરે 40,000 રૂપિયા કમાતા હોવાનું કહેવાય છે. એ સમયના હિસાબે આ બહુ મોટી આવક હતી. તેમના વિરોધીઓમાંના એક ગાંધી પણ ઝીણાને ઉપખંડના અગ્રણી વકીલોમાંના એક ગણતા હતા. તેથી તેઓ સૌથી વધુ ફી લેતા વકીલોમાંના એક હતા.
'હું ભૂત સાથે રહું છું', આ લોકો ભૂતોનો આભાર કેમ માને છે?
અંધશ્રદ્ધાવાળા કે ગભરાટવાળા ન હોય તેવા ઘર શોધનારા માટે તેનો અર્થ એ છે કે, ત્યાં સારો ભાવતાલ થઈ શકે છે. અહીં જીકો બુકેન નામથી એવાં રહેઠાણોની એક આખી શ્રેણી છે, જેનો અર્થ "કલંકિત" અથવા "બનાવવાળી" મિલકતો એમ થાય છે.
વડોદરા: એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યા પાછળનું કારણ શું, સ્યૂસાઇડ નોટમાં શું ખુલાસો થયો?
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં સોની પરિવારના તમામ ત્રણ સભ્યોએ 'સામૂહિક આપઘાત' કર્યો હતો. આ 'સામૂહિક આપઘાત'ને લઈને પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં મોતના રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.
ગુજરાત : બંગાળની ખાડી બાદ હવે અરબી સમુદ્રમાં હલચલ, ત્રણ સિસ્ટમ સક્રિય, કયા જિલ્લામાં પડશે વરસાદ?
ઑક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
વીડિયો, ગુજરાત : ઘર અને પરિવારની સુરક્ષાથી દૂર આભને છાપરું બનાવીને રહેતી કચ્છની માલધારી મહિલાઓને શેની બીક છે?, અવધિ 5,32
પોતાના ઘર અને પરિવારની સુરક્ષાથી દૂર, ખુલ્લા આકાશને છાપરું બનાવીને જીવન જીવવા મજબૂર બનેલી કચ્છની માલધારી મહિલાઓની કહાણી માત્ર એક સંઘર્ષ નથી, પરંતુ અછત અને વિડંબણાની એવી વાસ્તવિકતા છે જે આજના આધુનિક યુગમાં પણ આપણી આંખો ખોલી નાખવા માટે પૂરતી છે. મૂળભૂત સુવિધાઓ અને સલામતીથી વંચિત આ નારીઓનો જીવન-સંઘર્ષ અસહ્ય પીડા અને લાચારીની ચાડી ખાય છે.
ભૂટાન : વાદળ ફાટ્યા બાદ પશ્ચિમ બંગાળ અને આસામના અનેક વિસ્તારોમાં હાઈ ઍલર્ટ- ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
અકબરનાં 'મરિયમ-ઉઝ-ઝમાની' : ભારતનાં સૌથી મહાન મહિલા વેપારી, જેમને નુકસાન પહોંચાડવાની પોર્ટુગીઝો અને અંગ્રેજોને ભારે કિંમત ચૂકવવી પડી
વિલિયમ ફૉસ્ટરના પુસ્તક 'અર્લી ટ્રાવેલ્સ' અનુસાર, મરિયમ-ઉઝ-ઝમાની દરબારનાં ચાર એવા મહત્ત્વના લોકોમાંનાં એક હતાં, જેમને 12,000 ઘોડેસવારો રાખવાનો અધિકાર હતો. આ ચાર લોકોમાં રાજાનો પણ સમાવેશ થતો હતો અને મરિયમ-ઉઝ-ઝમાની એકમાત્ર મહિલા હતાં. દર વર્ષે નૌરોઝના તહેવાર વખતે દરેક અમીર પોતાના હોદ્દા પ્રમાણે તેમને કિંમતી રત્નો ભેટ આપતો હતો.
પશ્ચિમ બંગાળની SIR ટ્રિબ્યુનલમાં છ મહિના પછી પણ લાખો અપીલો કેમ પડતર છે? એક ન્યાયાધીશે શું કારણ જણાવ્યાં
મોહમ્મદ શમીમ અખ્તર ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી છે. તેઓ દરરોજ દિવસની શરૂઆત ભારતના ચૂંટણી પંચના ઑનલાઇન પોર્ટલ પર પોતાના મતદાર ઓળખપત્રની વિગતો નાખીને કરે છે. મતદાર તરીકે તેમનું નામ છે કે નહીં, તે હવે માત્ર એક શબ્દ પર અટકેલું છે: 'પેન્ડિંગ' (નિર્ણય બાકી).
'અય મોહબ્બત તેરે અંજામ પે રોના આયા...', અમદાવાદમાં છેલ્લા શ્વાસ લેતા પહેલાં બેગમ અખ્તરના કાર્યક્રમમાં શું થયું હતું?
'ગઝલસામ્રાજ્ઞી તરીકે ઓળખાતાં પદ્મશ્રી બેગમ અખ્તરે અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો તે પહેલાં તેમણે અમદાવાદના ટાઉન હૉલમાં તેમનો છેલ્લો કાર્યક્રમ આપ્યો હતો. તે કાર્યક્રમમાં શું થયું હતું વાંચો આ લેખમાં.
ભારત/વિદેશ
સુપ્રીમ કોર્ટનો ચૂંટણીપંચને સવાલ : 'પહેલેથી જ મતદાર રહેલા લોકો પાસે ફૉર્મ-6 શા માટે ભરાવવામાં આવી રહ્યું છે?'
સુપ્રીમ કોર્ટએ ચૂંટણીપંચને દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન (SIR)ની પ્રક્રિયા અંગે અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે.
'આવો ભયાનક દુકાળ ક્યારેય જોયો નથી,ક્યાંય પાણી જ નથી', લાતુરમાં તળાવો, બોરવેલ સુકાયાં, કેવી છે સ્થિતિ? – ગ્રાઉન્ડ રિપોર્ટ
ગરસુળી ગામનાં ખેતરોમાં ફરીએ તો ચારે તરફ સુકાઈ ગયેલો પાક જોવા મળે છે. ખેડૂતો કહે છે કે ગયા વર્ષે આઠ ફૂટ ઊંચા થયેલા તુવેરના છોડ આ વર્ષે માંડ બે ફૂટ ઊંચા થયા છે.
કરાચીનો મોહટ્ટા પૅલેસ: હિંદુ વેપારીનું ઘર, જ્યાં છેવટે મહમદ અલી ઝીણાનાં બહેન રહ્યાં હતાં
પાકિસ્તાનમાં કરાચીના લોકો ક્લિફ્ટનના દરિયાકિનારા તરફ જાય, ત્યારે રસ્તામાં તેમને ગુલાબી અને પીળા પથ્થરોની બનેલી એક જૂની ઇમારત જોવા મળે છે. આ ઇમારત પરથી નજર હટાવ્યા વિના ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે.
Jioના બમ્પર IPO બાદ શું ભારતમાં હવે મોબાઇલ ઇન્ટરનેટ મોંઘું થઈ જશે?
ભારતની સૌથી મોટી, મેટા અને ગૂગલનું સમર્થન ધરાવતી ટેલિકૉમ કંપની જિયો પ્લૅટફૉર્મ્સ બુધવારે શેરબજારમાં પ્રવેશ કરી રહી છે.ભારતીય બજારો માટેના કપરા સમયગાળા છતાં, કંપનીના ઐતિહાસિક 3.2 અબજ ડૉલરના પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ)ને વૈશ્વિક સ્તરના ટોચના ફંડ મૅનેજરો, સ્થાનિક સંસ્થાઓ અને નાના છૂટક રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. દેશનો અત્યાર સુધીનો આ સૌથી મોટો આઈપીઓ છે.
પાકિસ્તાનના નિર્માણ પછીનાં કેટલાંક વર્ષો સુધી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પોતાને ભારતીય નાગરિક કેમ ગણાવતા રહ્યા? શું છે તેમનું મુંબઈ કનેક્શન?
ભારતની આઝાદીને હજી સાત-આઠ મહિના બાકી હતા. સિંધના મોટા જમીનદાર અને રાજકારણી સર શાહનવાઝ ભુટ્ટો પોતાની પત્ની અને પુત્રી સાથે જૂનાગઢ રાજ્યમાં વહીવટ સંભાળવા ગયા.
Jio IPO: કંપનીઓ IPO કેમ લાવે છે અને એકત્ર થયેલા કરોડો રૂપિયા ક્યાં વપરાય છે?
કંપનીઓ પબ્લિક ઇશ્યૂ લાવીને કરોડો રૂપિયા એકઠા કરે છે, પરંતુ આ રકમને કેવી રીતે ખર્ચ કરવામાં આવે છે?
એ નદી જેમાંથી લોકો સોનું કાઢે છે અને છતાં ગરીબીમાં જીવે છે, શું છે કહાણી?
ઝારખંડમાં એક એવી નદી વહે છે, જે એ વાત માટે જાણીતી છે કે તેમાંથી સોનું નીકળે છે. આ નદીનું નામ સ્વર્ણરેખા છે. દરરોજ સેંકડો લોકો આ આશામાં તેની ખાક છાણે છે કે તેમને સોનું મળી જાય.
ગુજરાત : દુષ્કાળ જાહેર થાય પછીની પ્રક્રિયા શું હોય અને સરકારે શું કરવાનું હોય છે?
ગુજરાત સરકારે 26 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર અને પોરબંદર- એમ ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત કરી છે. પરંતુ સવાલ એ છે કે દુષ્કાળ જાહેર થવાથી બીજો શું ફર્ક પડે અને સરકારે શું કરવાનું હોય છે?
'સંજીવની બૂટી' તરીકે પ્રચારિત કરવામાં આવી રહેલી આ બેરી શું છે અને કઈ રીતે લેવાય?
'તે સંજીવની બૂટીથી ઓછું નથી, માણસને માથાથી પગ સુધી સ્વસ્થ રાખવા માટે જે કંઈ જોઈએ તે બધું સી બકથૉર્ન માં છે.' 'સી બકથૉર્ન શુગર, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે' તમે સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય લાભોને લઈને આવા ઘણા દાવા સાંભળ્યા હશે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































